સમય પૂછે
સમય પૂછે
સમય પૂછે છે મને અરે પેલો દોસ્ત ક્યાં જાય છે
થોડી તો નજર નાખ સામે નોકરી દેખાય છે,
ના વ્યવહાર સચવાય ના તહેવાર સચવાય
હોળી હોય કે દિવાળી બધું ઓફિસમાં ઉજવાય,
આ બધું તો ઠીક પણ લગનની કંકોત્રી
શ્રીમંતમાં જવાય
થોડી તો નજર નાંખ સામે નોકરી દેખાય,
દિલ તો પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે.
મિત્રની પેલી શબ્દાવલી એમ જ પૂરી થાય
નોકરીનાં આ ચક્કરમાં વ્યવહાર ના સચવાય
થોડી તો નજર નાખ સામે નોકરી દેખાય,
દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે.
