સ્મરણાંજલિ - 7
સ્મરણાંજલિ - 7
ગોવર્ધનરામ ત્રિપાઠી
(લેખક)
જન્મ- ર૦/૧૦/૧૮પપ મૃત્યુ- ૪/૧/૧૯૦૭
સાહિત્ય સેવામાં જેનું ઝળકતું નામ,
એવા લેખક ત્રિપાઠી ગોવર્ધનરામ,
વકીલ તરીકે કરી ધીકતી શરૂઆત,
ચાળીસ વર્ષની ઉંમરે તેને મારી લાત,
ગુજરાતનાં મહાન સાક્ષર બન્યા,
ગુજરાતમાં આદરપાત્ર સ્થાન પામ્યા,
’સરસ્વતીચદ્ર’ વાંચે લોકો હોંશ ભર્યા,
પ્રસિદ્ઘિના સીમાડા પણ સર કર્યા,
તત્ત્વાનંદ ને નવલરામની લખી કથા,
’લીલાવતી જીવનકલા’ પણ લખી તથા.
(અવતરણમાં તેઓનાં પુસ્તકનાં નામ)
