STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

સ્મરણાંજલિ 08

સ્મરણાંજલિ 08

1 min
562

બારીન્દ્ર ઘોષ

(મહર્ષિ અરવિંદના ભાઈ અને ક્રાંતિકારી)

જન્મ- પ/૧/૧૮૮૦   મૃત્યુ- ૧૮/૪/૧૯પ૯


જેના કામથી અંગ્રેજોના ઉડતા હોશ,

એવા ક્રાતિકારી હતા બારીન્દ્ર ઘોષ.


ઈંગ્લેન્ડમાં જન્મ્યા, ભારતમાં કર્યું કામ,

જિંદગીનાં સાઠ વર્ષ કર્યાં દેશને નામ.


વિશ્વેશ્વરાનંદ પાસેથી લીધેલ દીક્ષા,

દેશની મુકિત માટે આપવા લાગ્યા પરીક્ષા.


જેલવાસ ભોગવ્યો વરસ અગિયાર,

તે સમયે જાગેલો જીવ સાહિત્યકાર.


જેલમાં રહી તેણે આત્મકથા લખેલ,

’દ્વીપાંતરેર વંશી’ કાવ્યસંગ્રહ સર્જેલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational