STORYMIRROR

Chaitanya Joshi

Drama Romance

3  

Chaitanya Joshi

Drama Romance

સ્મરણ.

સ્મરણ.

1 min
19.6K


તારા મિલનનું મને સતત સ્મરણ રહેશે,

તવાગમનનું મને સતત સ્મરણ રહેશે


પાંગરી ગઈ વસંત છોને પાનખર હો,

તારાં નયનનું મને સતત સ્મરણ રહેશે,


હતી સપ્તરંગી સજાવટ વસ્ત્રાભૂષણે,

તારાં વસનનું મને સતત સ્મરણ રહેશે,


ઉચ્ચાર્યાં તેં જયાં મધુવેણ જબાનથી,

તારાં વચનનું મને સતત સ્મરણ રહેશે,


હતી મહેર વિનસની કે બહાર છેડાયો,

તવાચમનનું મને સતત સ્મરણ રહેશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama