STORYMIRROR

Rajeshri Thumar

Romance

4  

Rajeshri Thumar

Romance

સમજી બેઠા

સમજી બેઠા

1 min
890

એવી નજરો મિલાવી એને,  

અમે ઇકરાર સમજી બેઠા,

હોઠોના મીઠા મલકાટને એનાં,

હાલ - એ દિલ સમજી બેઠા.


એની પળ પળની ખામોશીને,

પ્રેમનું ગીત સમજી બેઠા,

હતા એ તો શાતિર ખિલાડી, 

અમે મનનો પ્રીત સમજી બેઠા.


અજીબ રમત છે આ પ્રેમની,

પળભરમાં દિલ હરિ બેઠા,

હતું એ તો એક સ્વપ્ન બસ,

જેને અમે સમજી બેઠા હકીકત.


નીકળ્યા એ તો એક પથ્થર,

અમે પ્રેમની મૂર્તિ સમજી બેઠા.

એણે આપેલ દરેક ઝખમને, 

પ્રેમની જીત સમજી બેઠા.


શું લખુ હવે હું આગળ,

એના છલને અમે પ્રીત

સમજી બેઠા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance