STORYMIRROR

Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

સમજદારી અને આચરણ

સમજદારી અને આચરણ

1 min
145

શાસ્ત્રો વાંચનાર શું સમજદાર જ હોય છે ?

કુરાન બાઈબલ પ્રમાણે આચરણ કરનાર જ હોય છે ?


દુનિયામાં અશાંતિ આવીને જ રહી છે,

જુઓ આ કેવો ધાર્મિક ઉન્માદ છવાઈ ગયો છે !


જો સમજદારી અને આચરણ સાચું જ હોત તો,

દુનિયામાં પ્રેમ અને વિશ્વાસ પણ હોત.


આ અશાંતિનું કારણ કોઈ શોધો ને !

વિશ્વાસનું કોઈ આવરણ પણ શોધો ને !


બની બેઠેલા સંતો અને ધર્માધિકારીઓ,

શાસ્ત્રોનો સાચો અર્થ કરતા તો શીખો.


વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી હોત તો,

માનવમાં સમજદારી જો આવી હોત તો.


કોઈ પણ પ્રશ્નોનું સમાધાન થયું હોત,

કુદરતને ખોળે સારી રીતે જીવી શક્યા હોત.


આ બધું અર્થ વગરનું લખવાનું થયું છે,

આજે વાંચ્યું છે ને કાલે ભૂલવાનું થયું છે.


બધાની ઈચ્છાઓ સ્વર્ગ પામવાની થઈ છે,

સ્વર્ગ પામવા માટે જીવન અનુકુળ કર્યું છે ?


માની લો કે સ્વર્ગ આ ધરતી ઉપર જ છે,

શું સ્વર્ગમાં જઈને પણ આવું આચરણ જ કર્યું હોત !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy