STORYMIRROR

Sheetal Bhatiya

Romance Inspirational

4  

Sheetal Bhatiya

Romance Inspirational

સમજાય છે મુજને !

સમજાય છે મુજને !

1 min
321

મળ્યો તું, ઈશને કર જોડીને કરેલ માગણીથી,

બન્યો તારો-મારો અતૂટ બંધન, વિશ્વાસ ને લાગણીથી !

એ મિત્ર, સમજાય છે મુજને !


રહે તું મારી આસપાસ અત્ર-તત્ર,

પડે જ્યાં જરુર, બને તું મારો છત્ર !

એ મિત્ર, સમજાય છે મુજને !


કરે સંવાદ સ્નેહથી, કૃષ્ણ-અર્જુન જેવો,

મળે સૃષ્ટિમાં, જિંદગીનો એ લ્હાવો કેવો !

એ મિત્ર, સમજાય છે મુજને!


હિત વિચારે તું મારું, છે કેવો તું સમર્થ,

ગમતાનો કરું ગુલાલ તને, એજ છે મારો અર્થ !

એ મિત્ર, સમજાય છે મુજને !


ખબરેય ન પડી, બન્યો ક્યારે મારો તું મિત્ર, 

હશે ચિત્રગૃપ્તના ચોપડે, સંગે તારું-મારું પણ ચિત્ર !

એ મિત્ર, સમજાય છે મુજને !


હે ઈશ્વર! ન દેજે તું બીજા ઘણાં સંબંધ ચાલશે,

મારું જીવન તો, મિત્ર બંધનમાં જ મ્હાલશે !

એ મિત્ર, સમજાય છે મુજને !


સપનાને તોડનાર, તો હશે હજાર જણ,

થયા 'સ્વપ્નીલ'ના સપના તારા, તારા સપના મુજ સંગે ગણ !

એ મિત્ર, સમજાય છે મુજને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance