STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સમજ

સમજ

1 min
153

ન સમજાવો તમે મુજને કોઈ,

તમને મેં ખૂબ સમજ આપી છે,

રાહ ભૂલ્યા હતા ત્યારે તમને મે,

સમજાવીને રાહે ચડાવ્યા છે.


જીવન જીવું છું હું મારી મસ્તીથી,

સમજની બારાખડી મેં સમજી છે,

સમજી વિચારી જીવન રાહમાં,

હમેશા પગલા મેં મુક્યા છે.


મને મનથી મુંઝાયેલો ન સમજો, 

હું સમજીને રસ્તો શોધનાર છું,

અનેક મુંઝાયેલો વ્યક્તિઓને મેં,

સફળતાની સીડીએ ચડાવેલ છે.


તમે જેને સમજ સમજો છો,

તેમાં હું હૂકમનો એક્કો છું

અજ્ઞાનીઓની સમજ નથી લેતો હું,

સમજણનો વિશાળ સમુદ્ર છું.


સમજમાં સાવ અણઘડ નથી હું,

જીવનમાં મેં સમજને ઉતારી છે,

સોને સમજી ચૂક્યો છું "મુરલી"

સમજ અનુભવની ઊંડી ખાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational