STORYMIRROR

LALIT PRAJAPATI

Romance Inspirational

4  

LALIT PRAJAPATI

Romance Inspirational

સ્મિત

સ્મિત

1 min
333

પ્રેમમાં ક્યાં કંઈ છુપાવવા જેવું હોય છે

જીવતરને બસ ઉજવવા જેવું હોય છે


ઉર્મિઓ,સ્વપ્નો,લાગણી અને ઉલ્લાસ

યૌવન તો જાણે જીવવા જેવું હોય છે


કાં ફરિયાદ કરો જગતના નાથને ખોટી

'પાત્ર' આપે જે ભજવવા જેવું હોય છે


બધાજ નથી જન્મતા ફરજો નિભાવવા 

વ્યક્તિત્વ કોઈ સમજવા જેવું હોય છે


ફરતા રહો ભલે ચેહરાઓના બાગમાં

એકાદ સ્મિત તો અટકવા જેવું હોય છે 


Rate this content
Log in

Similar gujarati poem from Romance