STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

સ્મિત ઉગાડી શકો

સ્મિત ઉગાડી શકો

1 min
181

છો પડે પાછળ પવન, ખરવું નથી મારે હવે,

જ્યોત છું નાની છતાં ઠરવું નથી મારે હવે,


તારલી આકાશની આજે ભલેને હું રહી,

સૂર્ય જેવું થ્યા વગર મરવું નથી મારે હવે,

 

છે પ્રસિદ્ધનાં ઘણાંયે માર્ગ, જે ફળતા તરત,

પથ ગ્રહી ખોટો, ધરમ કરવું નથી મારે હવે,


દર્દ દેનારા, નજરમાં છે જ મારી, એટલે,

ચાલ સૌ સંકેલજો, ડરવું નથી મારે હવે,


સ્મિત ઉગાડી શકો, 'શ્રી' નાં હૃદય સુધી જઈ,

તો ભરું પાણી, નકર ભરવું નથી મારે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy