STORYMIRROR

Nilesh Bagthriya

Drama

3  

Nilesh Bagthriya

Drama

સ્મિત રમતું મળે...

સ્મિત રમતું મળે...

1 min
255


આ મશીનો વચ્ચે હવે

એક હૃદય ધબકતું મળે.


પથ્થર ધરાતલ વચ્ચે પણ

ઉર એકાદ ભીંજાતું મળે.


મૃતપ્રાય સંબંધોની વચ્ચે

કોઈ હૈયું સળવળતું મળે.


હાય હોય આ છોડી ન શકાય

પણ પોરારુપે ઝરણું વહેતું મળે.


ઉપાધી ને ચિંતા તો હોય જગે "નીલ"

પણ ક્યારેક સ્મિત ચહેરે રમતું મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama