STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

સ્મિત જોઈએ

સ્મિત જોઈએ

1 min
267

દુઃખ દરદ ને આવકારતો એક અવસર જોઈએ,

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ.


હે, તબીબ ખોટા પ્રયાસો છોડ મરવા દે મને,

મોતના ફૂલોની ખુશ્બુ છે ન અત્તર જોઈએ.


રેશમી યાદો થકી પુલકિત થવાનું ભાગ્ય છે,

મુગ્ધ કરતો મંત્ર આપે એવો ઈશ્વર જોઇએ.


જિંદગી ડૂબી જશે જો વૃત્તિ રાવણની હશે,

રામના નામે તરે એવા જ પથ્થર જોઈએ.


રાસલીલા ખેલવા માટે સમય કોઈ નથી,

શ્વાસમાં હરદમ કનૈયો કૃષ્ણ ગીરધર જોઈએ.


આપ અવતરવાના હો હૈયે ગઝલરૂપે અગર,

તો તગઝ્ઝુલ ભીની કોઈ સાંજ મનહર જોઈએ.


જે કરે છે જીતવા ની જીદ હંમેશા "દિલીપ"

સર્વથી જુદા સફળતાના જ તેવર જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational