સમી સાંજના
સમી સાંજના
સમી સાંજના અંબર ગાજે
અંબર ગાજે વરસાદ આપે,
મનના મોર ને દેડકા બોલે
કુહૂ કુહૂ કોયલ બોલે,
ગામડાના ગોવાળિયા બોલે
ઢોર ઢાખરના મોઢા ડોલે,
સંગીતના વાજીંત્રો બોલે
જાણે પગરવની પાંખો ડોલે,
રસ્તા પરના માણસ ભાગે
સૂતાં બધાને આળસ ભાગે,
મહેનતની માયા આવવા લાગે
જાણે શબ્દોની જોડણી માંગે,
અષાઢી બીજના અંબર ગાજે
મેઘ રાજાના આગમન કાજે.
