તડકે બેસી થોડા શબ્દો
તડકે બેસી થોડા શબ્દો
તડકે બેસી થોડા શબ્દો શેકી રહ્યો છું
ક્યાંક પડી ગયા શબ્દો ખિસ્સામાંથી
હવે, રસ્તે રસ્તે તેને ભટકી શોધી રહ્યો છું,
તેને શોધતા શોધતા હું પણ પહોંચી ગયો
ક્યાંક ડુંગરની તળેટીમાં શોધી થાકી ગયો છું,
ડુંગરમાં વહેતી નદી પૂછી રહી મને શું થયું ?
મેં ક્હ્યું, તું દરિયો શોધે હું મારી નદી શોધી રહ્યો છું,
નથી રાખતો તેટલું મોટું વાસણ કે દરિયો ભરી શકું હું,
છોડી આંખમાંથી નદી એક દરિયો ભરી રહ્યો છું,
રસ્તો પકડીને લઈ આવ્યો ઘરે,
સોટી લઈને બેસી તેને વારંવાર પૂછી રહ્યો છું,
ક્યાંક પડી ગયા શબ્દો ખિસ્સામાંથી
હવે, રસ્તે રસ્તે તેને ભટકી શોધી રહ્યો છું
તડકે બેસી થોડા શબ્દો શેકી રહ્યો છું.
