દિવાળી
દિવાળી
આવી આવી દિવાળી
તહેવારોની લાવી ખુશાલી,
દીવડાઓથી પ્રકાશિત દિવાળી
રંગોળીથી સુશોભિત દિવાળી,
સાફસફાઈથી મહેકતી દિવાળી
સ્વચ્છતાના સંદેશ દેતી દિવાળી,
હરખે વધાવી સૌએ દિવાળી
ફટાકડા સંગે હસી દિવાળી,
રામના આગમનની દિવાળી
ઈર્ષાની આગ બળી દિવાળી,
પરિવારના હેત લાવી દિવાળી
મીઠાઈની મજા લાવી દિવાળી,
દાનનો મહિમા ગાતી દિવાળી
મિલનનો દિવસ લાવી દિવાળી,
પ્રેમના ગીત ગાતી દિવાળી
સૌને મનભાવતી આવી દિવાળી,
રોશનીની ઝગમગાટ લાવી દિવાળી
મુખ પર હાસ્ય લાવી દિવાળી.
