ડિજિટલ આલબમ
ડિજિટલ આલબમ
ડિજિટલ આલબમ
નાણું તું તો ગમતું બહુ બધાંને,
કે વગર તારે ગમતું ન કોઈને,
પાવલી ને ચાર આના રે લોલ
દિવસો બધાં જૂના યાદ બહુ આવે,
રૂપિયા આવ્યા ને ગઈ પાવલી,
પરદેશી રજવાડી ચલણ રે આવ્યાં,
દેશી પાસે લાગે બહુ એ ઝાંખા,
નાણું તો દેશી જ સારું જે કામ લાગે,
સપ્તરંગી નોટુનાં બનાવ્યાં આલબમ
જે જોઈને બાળકો હરખાય ઘણાં,
દેશ-પરદેશનાં નાણાં તો નવલાં,
હોંશે બનાવું હું ડિજિટલ આલબમ.
