સફળતા હાંફતી રહી
સફળતા હાંફતી રહી
1 min
154
લક્ષ્ય મારું અને કાચબાનું
એક હતું,
હતી દોડની હોડ
હું ઉતાવળું, અધીરું,
આત્મવિશ્વાસના અતિરેકમાં છકેલું,
દોડ શરૂ
હોડ શરૂ,
લક્ષ્ય નજીક,
મારી કુદમકુદ સમી દોટ
ને ધીરગંભીર કાચબો સ્થિતપ્રજ્ઞ બની લક્ષ્ય સુધી પહોંચી ગયો,
ને સફળતા....
મારી સફળતા હાંફતી રહી
બસ હાંફતું રહ્યું,
શશકની કસક હાંફતી રહી,
હાંફતી રહી.
