જાન્યુઆરીનો શિયાળો
જાન્યુઆરીનો શિયાળો
ઘણાં પતંગિયાઓ ત્યાં આવ્યાં'તાં
જાણે કેટલા માણસોના હાથ ત્યાં લાગ્યા'તા,
ઘણા દેડકા બોલાવી રહ્યા છે તેને
જાણે કેટલા વાદળો તૈયારીમાં છવાયા'તા,
ઘણા લાકડા કપાયા બાળવા માટે
જાણે કેટલા દિવસો પછી અમે શિયાળે આવ્યા'તા,
ઘણી યાદો મૂકી દીધી ક્યાંક વરસાદ સાથે ભીંજવા
જાણે ઘણા બોર મારી બોરડીએ આવ્યા'તા,
શરીર પર કપડાંની ઘણી પરત ચડશે
જાણે ઘણા બજારમાંથી અમે સ્વેટર લાવ્યા'તા,
ઘરે મા લાડું બનાવશે
જાણે અમે ઘણી ઘરે એવી ખુશી ભરી થેલી લાવ્યા'તા,
દૂર એક દરિયો હતો જ્યાંથી
જાણે અમે ઘણી બધી નદીઓ લાવ્યા'તા,
વાત એક ચમચીની હતી
જાણે અમે થાળ ભરી વાતો લાવ્યા'તા,
ચિંતા જેવી થોડી શાકભાજી હતી
જાણે એને અમે ફ્રિઝમાં મૂકી આવ્યા'તા,
જાન્યુઆરીને મોજે મોજ કરાવવી છે
જાણે એટલે તો અમે શહેરને તાળું મારી ગામડે આવ્યા'તા,
ઘણાં પતંગિયાઓ ત્યાં આવ્યાં'તાં
જાણે કેટલા માણસોના હાથ ત્યાં લાગ્યા'તા.
