ભૂલો માફ કરી દઈશ
ભૂલો માફ કરી દઈશ
ભૂલો બધાની હું માફ કરી દઈશ,
આવી રીતે દિલને સાફ કરી દઈશ,
બીજાની ભૂલો જોવી નથી મારે,
મારી ભૂલોને હું સુધારી લઈશ,
નફરત ઈર્ષ્યા વેરઝેરને હું ભૂલી જઈશ,
સૌના માટે સાચી લાગણી જગાવી લઈશ,
મળી છે આ ખૂબ સુંદર જિંદગી મને,
તો લોકોના જીવનમાં રંગ પૂરી દઈશ,
કોઈને આપેલા દુઃખ માટે માફી માંગી લઈશ,
જીવન હું એનું સુંદર બનાવી દઈશ,
જીવનમાં સમસ્યાના ઉકેલ માટે,
આત્મવિશ્વાસ હૈયે ભરી દઈશ,
બીજાની ભૂલો માફ કરી, મારી હું સુધારી લઈશ,
આવી રીતે દિલને સાફ હું કરી લઈશ.
