Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

ગાંધીબાપુ

ગાંધીબાપુ

1 min
3


ભારતની ધરતી કરે છે પોકાર રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


તમે તો શાંતિ અને અહિંસાના પૂજારી

આજના આ યુગમાં શાંતિ અધૂરી

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


તમે તો બાળપણથી સત્યને કાજે જીવ્યા

આજના યુગમાં સત્ય તણી ખોટ રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


અંગ્રેજોની ગુલામી સામે લડ્યા

આજ હિંમતનો સૌમાં અભાવ રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


સમાનતાના ભાવથી સૌને અપનાવતા

આજે જાતિ જાતિના ભેદ અપાર રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


દેશ માટે તમે બધું ભૂલ્યા રે

આજે ભાઈ ભાઈના વેરઝેર વધ્યા રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે,


સાદગી અને સરળતાથી જીવન જીવ્યા

દેખાદેખીમાં સૌ કોઈ ભાન ભૂલ્યા રે

ગાંધીબાપુ ફરી આવો મારા દેશ રે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy