STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સમભાવ

સમભાવ

1 min
521

ભેદભાવ એ અશાંતીનો ભેદ છે,

તનાવ અને ટકરાવનો મોટો છેદ છે,

સમભાવને વણી લઇએ સ્વભાવમાં,

સમભાવ દુનિયાનો બીજો વેદ છે,


કેળવીયે બધા માટે ભાવ સમભાવનો,

દૂર થશે ભાર દૂષિત પ્રભાવનો,

સમભાવ વણી લઇએ સ્વભાવમાં,

સમભાવ છે દવા ઘણા દુઝતા ઘાવનો,


સમભાવમાં છે વિશ્વબંધુત્વ ભાવના નિહીત,

સમભાવમાં છે વિશ્વશાંતિનું ગૌરવ ગીત,

સમભાવને વણી લઇએ સ્વભાવમાં

સમભાવમાં સમાયેલુ છે સૌનું હીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational