સકારાત્મકતાનો સઢ
સકારાત્મકતાનો સઢ
વહેણ સાથે બસ વહી રહ્યો છું,
અજાણ છું ક્યાં જઈ રહ્યો છું.
નિયતી નથી હાથમાં મારા,
હશે કેવા ને કોના સથવારા ?
મુંઝવણ થોડી; ને થોડી બેચેની,
અટકળોની ચઢી છે હેલી.
કિંતુ; વહેણ થકી જ ગતિમાન થવાશે,
રીઢા પડ્યે; તો કરમાઈ જવાશે.
આયખું આ અણમોલ મળ્યું છે,
પીછેહઠ એમ કરાય કેમે(ય)?
નીતિ થકી જ નિયતી નક્કી થાશે,
બન્ને બથ ભરશે!? કે પછી બાથ ભિડાશે! ?
અનીતિને વરશે અધોગતિ
સુનીતિને વરમાળા ઉન્નતિની!!
સકારાત્મકતાનો સઢ ચઢાવી,
વહાણમાં બેસી ગયો છું.
બેચેની, મુંઝવણ ને માર્યો હલેસાંનો ફટકો,
હવે તો, નૈયા પાર કર્યે જ છૂટકો.