STORYMIRROR

Vijita Panchal

Inspirational

4  

Vijita Panchal

Inspirational

સકારાત્મકતા

સકારાત્મકતા

1 min
410

જીવી રહ્યો છું હું બે પાસા લઈને,

એક સારો ને એક ખરાબ વિચાર લઈને,


ઘસાઈ ગયું જીવન ખરાબ વિચારોમાં,

સુધાર્યું છે જીવન હવે અથાગ પરિશ્રમમાં,


ધકેલી રહી પાછળ, અનીતિની બૂરી બલા,

તોય ઊભો થયો છું સફળતાના શિખર ચઢવા,


નકારાત્મકતા ઘેરાઈ નિતનવા રૂપ ધારણ કરી,

મહાકાય મુશ્કેલીઓને હટાવી છે હવે પથ્થર બની,


લોભ, લાલચ ને મોહ આવ્યાં રસ્તામાં ઘણાં,

ઠોકર મારીને ધપ્યો છું આગળ મંઝિલે પહોંચવા,


ખોટાં કુકર્મોની શું વિસાત છે મને હરાવવાની ?

પહોંચી ગયો છું ઉપર હવે તો દુનિયા જીતવાની !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational