સજન મિલાપ
સજન મિલાપ
ધરા આભ મહીં ગ્રીષ્મ ઉકળાટ તાપ તીખા,
વ્યોમે લપક્યાં વીજટોળે, ઘૂંઘવાટ તીખા,
વરસાદ ખાબક્યો, લૈ યાદનાં ફોરાં ભુમીએ,
વ્યથા ઠાલવે ઉરે એ, વિયોગ રાગ ધીરાં.
મોજાં ઉછળે શ્રદ્ધા, આશે પિયુ મિલનના એ,
દૂર ઘણો એય શૂળે વિરહ બાણ તીણાં
હૈયું હરખે આશ માંડે મધુરાં શાં વદને,
શબ્દે મૌન ઘૂંટી પ્રણયરંગ રાગ વીંટ્યાં.
રોમરોમે માણતાં જાણે રાધા શ્યામ શાં પ્રેમે,
વ્હી ભાવ વૃંદાવન રચે ઉરે રાસ લીલા.
હવે નવરંગ ખોબે વ્હી, ઉડે જીવનફાગે,
વ્હાલવેલી કૈં વિંટળાય હૈયાં વાત પીતાં.
ખીલ્યાં ત્યાં તો સૌ ફૂલરંગ રાતા સરતાં સ્નેહે,
શૃંગારે સજયાં સજન સંગ મિલાપ ભીનાં.

