STORYMIRROR

CHETNA GOHEL

Romance Classics Inspirational

3  

CHETNA GOHEL

Romance Classics Inspirational

સજાવી હૃદયમાં

સજાવી હૃદયમાં

1 min
11.8K

છંદ : મુત્કારીબ

લગાગા લગાગા લગાગા લગાગા


લગાવી નયનમાં સજાવી હૃદયમાં.

છબી મેં તમારી મઢાવી હૃદયમાં.


લખું નામ પ્રીતમ કલમથી તમારું,

સજાવું કવનને વધાવી હૃદયમાં.


રહ્યું ક્યાં હવે હાથમાં દિલ અમારું,

સફર જિંદગીની ચણાવી હૃદયમાં.


બની શ્વાસ તારો કરું કેમ અળગો!

લગાવી ગળે ને વસાવી હૃદયમાં.


છૂપાવું હવે ક્યાં હરખની આ હેલી,

ભીની ઝાકળોમાં વહાવી હૃદયમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance