સીડી
સીડી
બાળપણથી વૃદ્ધપણા તરફની છે આ સીડી,
સદાચારના પાઠ ભણવા તરફની છે આ સીડી,
અંધકારથી પ્રકાશ તરફની ગતિ છે આ સીડી,
અસ્તથી અલમસ્ત તરફ ભણતી આ સીડી,
દુઃખથી સુખ તરફનું વહેણ છે આ સીડી,
યુવાનીથી જીવન જીવવાની કળા છે આ સીડી,
નાસ્તિકથી આસ્તિક તરફની શ્રદ્ધા છે આ સીડી,
આત્માથી પરમાત્મા સુધી પહોંચાડતી આ સીડી,
નકારાત્મકથી હકારાત્મક અભિગમ તરફની સીડી,
અક્ષરોને જોડીને કવિતા તરફની "પ્રણવની કલમની" સીડી.
