શ્યામનું શરણું
શ્યામનું શરણું
શામળ તારું શરણું લઈ ને, રહેવું આ સંસારમાં,
અવિચળ પદ તુજ ચરણે પામી, રહેવું આ સંસારમાં.
કાયા કેરાં કોડિયાં માંહે, આતમ જ્યોત જલાવવી,
તિમિર તણાં પરદા ભેદીને, પહોંચી જાવું પ્રકાશમાં.
માયા મોહનાં બંધન ત્યાગી, સરવુ તારાં ધ્યાનમાં,
ભટકંતા આ મનને મારાં, જોડી દે કિરતાર .
મન અંતર તું એક કરી દે, એક જ દે તુજ ભાવના,
નંદીનો તું હાથ ઝાલી લે, ડૂબશે ના મઝધારમાં.
