શ્યામ રંગ
શ્યામ રંગ
રહસ્મય રંગને તારા શોધું છું હું,
દૂર થઈને દૂરથી તને ઓળખું છું હું,
મુલાકાતોની એ ક્ષણોને શોધું છું હું,
યાદોમાં મળી-મળીને મુલાકાત કરું છું હવે હું,
દીદારને તારા મારી આંખોમાં શોધું છું હું,
પણ એજ ચહેરાને જોવા આજે
ખુદના આંસુને લૂછું છું હું,
ઓળખું છું હું શ્યામના શ્યામ રંગને,
એટલે જ જો ને એના રંગે
રંગાઈને જીવું છું હું,
ખોવા માટે નથી ખુદ કંઈ જ પાસે,
તે છતાં તારા દીદારને છાનો-છાનો જીવું છું હું.

