Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Drama

3  

Sapana Vijapura

Drama

શ્વાસમાં

શ્વાસમાં

1 min
173


માટી તણી સોડમ ભળી છે શ્વાસમાં,

આવી વતનથી દૂર કારાવાસમાં.


હા,પ્રાણ વાયુ ફેફસામાં પૂરે હજી,

હેતાળ વડલો,લીમડો એ શ્વાસમાં.


એ હાથ ખરબચડા, ચહેરા મીઠડાં,

છે યાદ એ વા'લા નયન ઊજાસમાં.


રગરગ વહે ગંગા, અધર ઝમઝમ ભર્યા,

ક્યાં છે હવે આવો ધરમ વિશ્વાસમાં?


આવે ભવાની યાદ, દરિયાનો એ તટ,

રેતી તણા કિલ્લા ગયાં બસ હાસમાં.


દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,

સપનું છે મારું મોત હો આવાસમા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama