શ્વાસ
શ્વાસ


એક જ વાર થાકવાનું મારે,
થંભુ હું જયારે મરવાનું તારે,
નાસિકાથી આવવું જવું રોજ,
ને છેલ્લા શ્વાસે તમારો બોજ,
સુગંધ દુર્ગંધ બતાવું પારખી,
મેં તો તારી તારીખ આરખી !
બાધા આવે જો મારી રાહમાં,
ખાઉં છું છીંક તમારી ચાહમાં,
થંભુ હું જયારે મરવાનું તારે,
તું મરે ને બસ નાસવાનું મારે.