જીવનની જંગ
જીવનની જંગ
પેલી સુંદર ધરતીને ધનથી ધન્ય કહી દઈએ
પેલી મોહક માનવતાને મેહનતથી માણી લઈએ
પેલા સુંદર સપના સજીને સાકાર કરીએ
પેલા લાગણીના લોચનને લયથી લણી લઈએ
પેલા ગમતા ગીતો ગુંજન થી ગમાડી લઈએ
પેલા સુંદર સાગરને સમતાથી સમુદ્ર કહીએ
પેલી વાણી ને વિનમ્ર થી વિચારી લઇએ
પેલા મનના મંદિર ને મન થી મળી લઈએ
પેલી જીવનની જંગ ને જુસ્સા થી જીતી લઈએ
પેલી સુંદર ધરતીને ધન થી ધન્ય કહી દઈએ
