મારા જીવનની જ્યોત
મારા જીવનની જ્યોત
તું મારા મનની મુસ્કાન છે તને કેમ ભૂલું
તું મારા તનની તમન્ના છે તને કેમ ભૂલું
તું મારા વિચારની વાત છે તને કેમ ભૂલું
તું મારા શબ્દની શરૂઆત છે તને કેમ ભૂલું
તું મારા હદયનો હેત છે તને કેમ ભૂલું
તું મારા નજરનો નજારો છે તને કેમ ભૂલું
તું મારા દિલ ની ધડકન છે તને કેમ ભૂલું
તું મારા જીવનની જ્યોત છે તને કેમ ભૂલું

