STORYMIRROR

'Sagar' Ramolia

Others Children

4  

'Sagar' Ramolia

Others Children

ફૂલ

ફૂલ

1 min
655

સુગંધથી ખબર ફેલાવતું ફૂલ,

નિત નવી સવારીએ આવતું ફૂલ,

 

મધમાખી-ભમરા છડીદાર તેના,

રાહી-અ-રાહીને લલચાવતું ફૂલ,

 

વાદળોને નચાવી વગડાવ્યા ઢોલ,

મંદ-મંદ હસીને હસાવતું ફૂલ,

 

નાકને બનાવી દે દિવાના પોતાનાં,

આરોહ-અવરોહ કરાવતું ફૂલ,

 

અનેરાં છે રૂપ, એની અનેરી અદા,

નજર નાખો તો ભરમાવતું ફૂલ,

 

સુગંધના ‘સાગર’માં ડૂબી મહાલો,

અજાયબ ખેલ ત્યાં ખેલાવતું ફૂલ.


Rate this content
Log in