STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

મોહન મનોહર

મોહન મનોહર

1 min
486

મંદિર મારું મનતણી મૂર્તિ છે મનોહર,

બેઠો છે એમાં મનોબળનો મોહન મનોહર,,


સ્વર્ગ મારું સ્નેહ તણું સ્મિત છે

બેઠો છે એમાં સમજ નો મોહન મનોહર,


કાયા મારી કલ્પના તણી કળા છે

બેઠો છે એમાં કીર્તિનો મોહન મનોહર,


વ્યવહાર મારો વિચાર તણો વિનમ્ર છે

બેઠો છે એમાં વાણીનો મોહન મનોહર,


મહેનત મારી મહાનતા તણી મહાન છે

બેઠો છે એમાં મીઠાશનો મોહન મનોહર,


સંબંધ મારો સોના તણો સોહામણો છે

બેઠો એમાં સહકારનો મોહન મનોહર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children