નિશાળે જાતા ને રમતો રમતાં...
નિશાળે જાતા ને રમતો રમતાં...
નિશાળે જાતા ને રમતો રમતાં...
કોઈ કહે મારે રમવું છે સંતાકુકડી,
અને કોઈ કહે મારે રમું છે સાત-તાળી,
ભેરું જોડે તો આંધરોપાડો રમતા,
આંધરોપાડો રમી ને લગડી પણ રમતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
સર તો અમને કેટલાં-કેટલાં રમાડતાં,
સાથે ખો-ખો પણ રમતાં અને રમાડતા,
ઘરે આવીને શેરીમાં જય ને કે'તા કે,
અમને નિશાળે તો રમતો રમાડે,
નિશાળે જાતા ને રમતો રમતાં...
નિશાળે જય ને બેટબોલ રમતાં,
સાત-કુકડી રમવાની મજા આવતી,
પાટીમાં ઈસ્ટો ને નવકૂકડી દોરતા,
બે રંગના પણા ગોતી ને રમતાં,
નિશાળે જાતા ને રમતો રમતાં...
કાગળના પ્લેન બનાવીને તેનાથી રમતાં,
ઝાડ ઉપર ચડી ને આમલી-પીપળી રમતાં,
ટીમ પાડીને કબડી રમતાં,
ઠેરીએ રમતાં ને ઠેરી જીતતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
બોટલમાં રેતી ભરીને ડબલાનું ડૂશ રમતાં,
ચકલી ઊડે ફરરર એ પણ રમતાં,
ભમેળામાં દોરી વિટી ને તેને ફેરવતા,
કોઈ તો તેને હાથમાં ફેરવતા,
નિશાળે જાતા ને રમતો રમતાં...
પાંચ પાણા ગોતી ને ચબે રમતાં,
સાત ખાના ગારી ને ઠાકલા રમતાં,
નિશાળની એ રમતો અને શિક્ષકો મને આજે પણ યાદ છે,
નિશાળે જાતા ને રમતો રમતાં...
