પેપર તો ફૂટવાના
પેપર તો ફૂટવાના
1 min
154
છોકરાઓ તો મહેનત કરતા રહેવાના,
અને પેપર તો એમ જ ફૂટતા રહેવાના,
માબાપ તો કાળી મજૂરી કરતા રહેવાના,
અને દીકરા ક્લાસની ફી ભરતા રહેવાના,
કોઈના લગ્ન અટક્યા, કોઈની સગાઈ અટકી,
અને કોઈને તો નોકરીના ગ્રહો જ અટવાય છે,
નોકરી ખાતર અહીં ઘર છૂટ્યા, સંબંધ તૂટ્યા,
પરીક્ષા ખાતર અહીં વહેવાર ક્યાં સચવાય છે,
ઘણા ચોપડા વાંચ્યા,અને ઘણા પ્રશ્નો ગોખાય છે,
પણ માવતરની આંખોના આસું ક્યાં વંચાય છે ?
ઘણા નોકરી માટે મહેનત કરવા ભૂખ્યા રહેવાના,
અને પરીક્ષા પુરી થતાં જ એના સપના તૂટવાના,
કોઈ તો જાણો આ દલ્લાઓ ક્યારે શાંત રહેવાના,
કે પછી વિદ્યાર્થીઓના આમ જ સપના તૂટવાના ?
શું રાખશું આશા યુવાનો પાસે નૈતિકતાની આપણે ?
જેમને શરૂઆતથી જ રોજ ભ્રષ્ટાચાર શીખવાય છે,
છોકરાઓ તો નોકરીના ખોટા સપના જોતા રહેવાના,
અહીં ભારતીય વિદ્યાર્થી આમ જ રઝળતા રહેવાના.
