એવી સુંદર છે એની હસ્તી
એવી સુંદર છે એની હસ્તી
1 min
191
દુઃખ ની અંધારી ગલીમાં,
ઝળહળતો સૂર્ય બની ઉજાસ પાથરે
એ છે દોસ્ત,
કાયમી સુખ નું સરનામું જે કહેવાય
એ છે દોસ્ત,
પાનખર માં પણ વસંત લાવે,
રણમાં એ ગુલાબ ખીલાવે
એ છે દોસ્ત,
ઉદાસીમાં પણ ચહેરા પર સ્મિત આપે
એ છે દોસ્ત,
અલગ અલગ શરારતથી,
ઉદાસીભર્યા ચહેરા પર પણ સ્મિત લાવે,
એ છે દોસ્ત,
ભયંકર દુઃખોના પૂરમાં પણ,
નાવ બની કિનારે પહોચાડે,
એ છે દોસ્ત,
ના કદી ભૂલાય એની મસ્તી,
એવી સુંદર છે એની હસ્તી.
