બાળપણનું ઘર
બાળપણનું ઘર
બાળપણનું એ સુંદર ઘર હતું,
પ્રેમથી એ તરબતર હતું,
જાણે ! ખુશીઓનું શહર હતું,
જાણે ! અસીમ પ્રેમનું નગર હતું,
ત્યાં જીવન કેવું બેફિકર હતું,
ભાર વગરનું ભણતર હતું,
નૈતિક મૂલ્યોનું સુંદર ઘડતર હતું,
પ્રેમના પાયા પર જીવન ઈમારતનું સુંદર ચણતર હતું,
પળમાં થઈ જતી ઉદાસી ગાયબ, જીવન જાણે જંતર મંતર હતું,
હરેક પળ જાણે ! અવસર હતું.
