રમત ગમત
રમત ગમત
ખેલવાનું હજુ બાકી છે
રમતમાં તું કાચી છે
ભાઈબહેન રમે છે રમત
ભાઈ કહે બહેન તું કાચી છે
ખેલવાનું હજુ બાકી છે,
રમત ગમત સાથે રમતાં જાવ
ભાઈ હવે તમે હારતાં જાવ
તમે કહો છો કે હું કાચી છું
પણ તમારી શીખ ન્યારી છે
ખેલવાનું હજુ બાકી છે,
ખુશ થઈને ભાઈ બોલ્યો
બહેન તું મારી વ્હાલી છે
જાણી જોઈને હારી ગયો
તું હસતી રહે એટલી પ્યારી છે
ખેલવાનું હજુ બાકી છે,
હસતાં હસતાં રમતાં હતાં
ભાઈબહેન ખુશ થતાં હતાં
રમતાં રહે ખેલદિલીથી તેઓ
હજુ ખેલવાનું તો બાકી છે
રમતમાં તું કાચી છે
પણ ગમ્મતમાં તું પાકી છે.
