બાળગીત
બાળગીત
1 min
709
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
ઘરમાં મને ગમતું નથી, શાળા મને વ્હાલી લાગે
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
મમ્મી મારી નાસ્તો આપે, પપ્પા મારા લાડ કરે
મમ્મી મને વ્હાલી લાગે,પપ્પા મને પ્યારા લાગે
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
રમવું મને ગમતું નથી, ભણવું મને વ્હાલું લાગે .
રોજ લેશન કરવું ગમે, બેનની સાથે મજા આવે.
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
દાદા મારા વાર્તા કહે, દાદી મને ગીત કરાવે.
દાદા મને વ્હાલા લાગે, દાદી મને પ્યારી લાગે
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
રોજ નિશાળે જાવું ગમે, દોસ્તો સાથે ભણવું ગમે,
નિશાળ મને વ્હાલી લાગે, દોસ્તો મને પ્યારા લાગે.
કુકુબોલે કોયલડી, મીઠું બોલે મોરલીયો
