શાકભાજીની મજા માણી લો
શાકભાજીની મજા માણી લો
માણી લો માણી લો તાજા શાકભાજીની મજા માણી લો.
ખાઈ લો ખાઈ લો ડુંગળી ને કાકડીનું કચુંબર ખાઈ લો.
બટાકાની ભાજી ને પાલકના રૂડા ભજીયા ખાઈ લો.
માણી લો માણી લો તાજા શાકભાજીની મજા માણી લો.
ગાજરનો હલવો ખાઓ ને આંખોની રોશની વધારો.
ફુલાવરનું સ્વાદિષ્ટ શાક ખાઓ ને ખનીજ ક્ષારો મેળવો.
મરચાની તીખી ચટણી ખાઓ ને તીખો રસ મેળવો.
માણી લો માણી લો તાજા શાકભાજીની મજા માણી લો.
દુધીના મુઠીયા ખાવા ને જાતજાતના રસ મેળવો.
રીંગણાનું ભરથું ખાવા ને રાજા જેવો લ્હાવો મેળવો.
મેથીના થેપલા ખાઓ ને સાથે ચાની સંગત માણો.
માણી લો માણી લો તાજા શાકભાજીની મજા માણી લો.