ગામડું
ગામડું
1 min
201
રંગીલું મારું ગામડું,
રંગભર્યું રંગીલું મારું ગામડું,
પરોઢે મંદિરમાં ભજન-કીર્તન થાય,
સાંજે મોરલાના મીઠા ટહુકા સંભળાય,
ઘડુલો લઈ પનિહારી પાણી ભરવા જાય,
રંગીલું મારું ગામડું,
રંગભર્યું રંગીલું મારું ગામડું,
બળદ જોતરી ખેડૂત ખેતર ખેડવા જાય,
નદીના પાણીમાં નાહવાની મજા લેવાય,
પાદરના વડલે બાળુડાંના તોફાન કળાય,
રંગીલું મારું ગામડું,
રંગભર્યું રંગીલું મારુ ગામડું, રંગીલું મારું ગામડું,
રંગભર્યું રંગીલું મારું ગામડું.
