હું છું ગુજરાતી
હું છું ગુજરાતી
હું છું ગુજરાતી ને ગુર્જર મારી ભાષા,
હું છું ગુજરાતી ને ગુજરાત મારું ઘર,
હું છું ગુજરાતી ને દાળ -ભાત મારું ભોજન,
હું છું ગુજરાતી ને ધોતી ખમીસ મારા વસ્ત્ર,
હું છું ગુજરાતી ને શોભે મારા શિરે પાઘડી,
હું છું ગુજરાતી ને રાસ ગરબા મારું નૃત્ય,
હું છું ગુજરાતી ને ગુજરાતી મારી વિરાસત,
હું છું ગુજરાતી ને ગુર્જર મારી હરખની વાણી,
હું છું ગુજરાતી ને ગુજરાત મારી જન્મભૂમિ,
હું છું ગુજરાતી ને છે રંગીલું મારુ ગુજરાત.
