તું મારું અભિમાન
તું મારું અભિમાન
ગદ ગદીત થતું મારું દિલ
જ્યારે તું ગાતી પ્રાર્થના
પંદર ઓગષ્ટે ગાતી ગીત
ગર્વથી ઊંચું મારું શીશ
વતન પે મર મિટને કા મૌકા
સ્કૂલ યુથ ફેસ્ટિવલમાં ગાયું
લખ્યું પોતે,સમુહ ગીત બનાવ્યું
ત્રીજા નંબરે ઈનામ પાયું
એ મારી દિકરી, તું મારું અભિમાન
ટીચરને પણ અભિમાન થાય
એ મારી દિકરી, તું મારું અભિમાન
અન્યાય કોઈને થતો જોઈ
આચાર્ય પાસે રજુઆત થાય
આચાર્ય પણ તને માને
તું મારી દિકરી, તું મારું અભિમાન
