ઓનલાઇન ભણીએ
ઓનલાઇન ભણીએ
ચાલ રાજુ, ચાલ બંટી ચાલને પીન્ટુ,
ઓનલાઇન સૌ ભણીએ,
મોબાઇલથી ઓનલાઇન ભણીએ
ઓનલાઇન સૌ ભણીએ.
યુટ્યુબ ખોલો, યુટ્યુબ ખોલો
યુટ્યુબમાં શૈક્ષણિક વિડિઓ જોઈએ
ઓનલાઇન સૌ ભણીએ
ટીમ્સ ખોલો ટીમ્સ ખોલો
ટીમ્સથી વર્ચ્યુઅલ ક્લાસમાં ભણીએ
આપણે વર્ચ્યુઅલ ક્લાસમાં ભણીએ
દિક્ષા ખોલો, દિક્ષા ખોલો
દિક્ષાથી પુનરાવર્તન કરીએ
આપણે દિક્ષા એપમા ભણીએ
વોટ્સએપ ખોલો, વોટ્સએપ ખોલો
વોટ્સએપમાં પરીક્ષા આપીએ
આપણે વોટ્સએપ દ્વારા ભણીએ
ગુગલ ફોમ ખોલો, ગુગલ ફોમ
ગુગલ ફોમમાં કિશન ભરીએ
આપણે ગુગલ ફોમમાં ભણીએ
ભણતર માટે ટેકનોલોજીનો
આપણે સૌ ઉપયોગ કરીએ
આપણે ટેકનોલોજીથી ભણીએ
