તળાવ કાંઠે...
તળાવ કાંઠે...
તળાવ કાંઠે છીછરું પાણી,
છીછરા પાણીમાં તરવાની મજા,
તળાવ કાંઠે ભેરુઓની ટોળી,
ટોળી સાથે રમવાની મજા.
તળાવ કાંઠે કાચબો ને દેડકા,
કાચબા ને દેડકાને જોવાની મજા,
તળાવ કાંઠે પંખીઓનો કલરવ,
મીઠો કલરવ સાંભળવાની મજા.
તળાવ કાંઠે આંબલી-પીપળી,
સંતાકૂકડી રમવાની મજા,
તળાવ કાંઠે ભગવાનનું મંદિર,
મંદિરમાં દર્શન કરવાની મજા.
તળાવ કાંઠે વડલાનું ઝાડ,
વડલા ડાળે હીંચવાની મજા,
તળાવકાંઠે રંગબેરંગી માછલીઓ,
માછલીઓ પકડવાની મજા..
તળાવ કાંઠે ભીની માટી,
માટીમાં ટહેલવાની મજા..
તળાવ કાંઠે છીછરું પાણી,
છીછરા પાણીમાં તરવાની મજા,
