Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Drama

4.9  

Pranav Kava

Drama

શું થયું

શું થયું

1 min
336


મોટું કામ કરી આવ્યા..તો શું થયું ?

પાપ કરીને પુણ્ય કર્યું..તો શું થયું ?


ખોટા કરીને મોટા થયા..તો શું થયું ?

દુખિયારા કરીને દયાવાન થયા..તો શું થયું ?


માનવી બનીને માનવતા ભૂલ્યા..તો શું થયું ?

સદ્દ્ગુણ સેવીને સજ્જનતા ભૂલ્યા..તો શું થયું ?


માર્ગ બનીને દિશા ચૂક્યા..તો શું થયું ?

અજવાળું કરીને અંધકાર બન્યા..તો શું થયું ?


ઉપકાર ભૂલીને અપેક્ષા રાખી..તો શું થયું ?

હૈયું જીતીને હેત ના કર્યું..તો શું થયું ?


પ્રસંગ બનીને પ્રીતિપાત્ર ના બન્યા..તો શું થયું ?

સંજીવની ભૂલીને ઝેર બન્યા..તો શું થયું ?


અવસર બનીને આદરભાવ ભૂલ્યા..તો શું થયું ?

સુગંધ બનીને દુર્ગંધ ફેલાવી..તો શું થયું ?


ફૂલ બનીને પથ્થર થયા..તો શું થયું ?

જીવન જીવીને જાણ્યું નહિ..તો શું થયું ?


Rate this content
Log in