STORYMIRROR

Nana Mohammedamin

Inspirational Others

4  

Nana Mohammedamin

Inspirational Others

શું નથી તમારી પાસે ?

શું નથી તમારી પાસે ?

1 min
254

મળ્યું એ ક્યાં કોઈને છે યાદ,

નથી મારી પાસે એની છે સૌને ફરિયાદ,

જરા કહેજો મને, શું નથી તમારી પાસે ? 


નીચે ધરતી ને ઉપર છે આકાશ,

ઊંઘવાને અંધારું ને જોવાને છે પ્રકાશ,

જરા કહેજો મને, શું નથી તમારી પાસે ? 


તન, મન ને બધું જ છે ખાસ,

આવતા જતા સૌના મજાનાં છે શ્વાસ,

જરા કહેજો મને, શું નથી તમારી પાસે ? 


લીલાંછમ ખેતરોનાં લીલેરા છે ધાસ,

સુખ ને દુ:ખ એ તો જીવનનો છે પ્રવાસ,

જરા કહેજો મને, શું નથી તમારી પાસે ? 


નથી મારી પાસે એ તો છે આભાસ,

નથી કોઈ પણ એકલું ખુદા છે આસપાસ,

જરા કહેજો મને, શું નથી તમારી પાસે ? 


કાયમી નથી બસ થોડો છે નિવાસ,

કરી લે ખુદાનો શુક્રિયા જ્યાં સુધી છે શ્વાસ,

જરા કહેજો "નાના"ને શું નથી તમારી પાસે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational