શું કહેવું..!!
શું કહેવું..!!




તારું આમ વરસાદમાં પલળવું, શું કહેવું,
તારા નયનથી મારા નયનનું મળવું, શું કહેવું.!!
વરસાદની બુંદો ટપકી ટપકી'ને વાગે શું કહેવું,
કરે યાદ તાજી અને તરસ મારી પ્રેમજળ માંગે, શું કહેવું.!!
અમ જીવનમાં આવ્યાં છો માટીની ભીની સુવાસ લઈને,
ઘાયલ તો થઈજ ગયો હવે પાગલ પણ થયો, શું કહેવું.!!
હવે બીજા અવસરની ક્યાં રાહ જોવી મારે,
એક એક પળમાં હું સદીઓ માણું, શું કહેવું.!!
રાહમાં તારી મનનો મોર ટહૂકાઓ કરે,
એકબીજા શ્વાસે શ્વાસે ઓગળવું, શું કહેવું.!!
જિંદગી મેઘધનુષી રંગે રંઞાઈ ગઈ હવે,
એકબીજા માટે જીવવું ને મરવું, શું કહેવું.!!
વરસાદી સાંજે તારું સંધ્યા જેમ જડવું,
બસ હવેતો સંધ્યા રંગે'જ ઉઘડવું,
પછી વરસાદમાં ભલેને પડે પલળવું,
આપણા નયનથી નયનનું મળવું.....
..... વધારે તો શું કહેવું..!!