શુદ્ધ ભક્તિ
શુદ્ધ ભક્તિ
કાળના કપાળ પર લે, વધેર્યું શ્રીફળ,
બધા ઝાંઝવા મારી હયાતીને અર્પણ,
અહીં લાચારીની શહેનશાહી તો જુઓ,
મળ્યાં નહીંનાં બધાં રણ તને સમર્પણ,
અનુયાયીઓ પૂજાપાઠ કરે સ્વાર્થ કાજે,
બાધા ટેકનાં મુલ્યો સાધનાને સમર્પણ,
ટીલા ટપકા કંઠમાળ દોરા ધાગા સૌ કરે,
શુદ્ધ ભક્તિ છે મીરાં નરસિંહ ને સમર્પણ!